'વિકસિત ભારત 2047' વિષય પર ઉત્કૃષ્ટ વક્તવ્ય રજૂ કરી રત્નમણિ પ્રાથમિક શાળા અને ગામનું ગૌરવ વધાર્યુંમાળિયા (મિયાણા): માળિયા (મિયાણા) તાલુકા કક્ષાએ 'વિકસિત ભારત 2047' વિષય અંતર્ગત ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની આયુશી વનરાજભાઈ ચાવડાએ વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.આ સ્પર્ધામાં આયુશીએ 'વિકસિત ભારત 2047' વિષય પર અત્યંત આત્મવિશ્વાસપૂર્વક અને અસરકારક વક્તવ્ય રજૂ કરી પોતાની શાળા તેમજ ગામનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીનીની આ શ્રેષ્ઠ સિદ્ધિ બદલ શાળાનાy આચાર્ય અનિલ બદ્રકિયા તેમજ સમગ્ર શિક્ષકગણ દ્વારા આયુશી ચાવડાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Maliya #Motibarar #Education #ElocutionCompetition #ViksitBharat2047