Morbi: મોરબી તાલુકાની લખધીરપુર પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પરમાર મહેશ રમેશભાઈ ધોરણ 9 પ્રવેશ માટેની જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં શાળાના સ્ટાફ અને વાલીના સંયુક્ત પ્રયાસથી પાસ થયેલો છે તે બદલ લખધીરપુર શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.કેન્દ્ર સરકાર દ્વારા દરેક જિલ્લાઓમાં ધો.6 થી આગળના અભ્યાસ માટે જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત છે. જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક તેમજ અઘરી માનવામાં આવે છે.