ધોરણ 5 થી કોલેજ સુધીના તેજસ્વી તારલાઓને શિલ્ડ અને ગિફ્ટ આપી સન્માનિત કરાયા: સમાજના તબીબો અને અધિકારીઓએ આપ્યું માર્ગદર્શનમોરબી અપડેટ: મોરબીમાં મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટી દ્વારા ભવ્ય 'વિદ્યાર્થી સન્માન સમારોહ - 2026' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના ધોરણ 5 થી લઈને કોલેજ સુધીના તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને આકર્ષક ગિફ્ટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં રિલીફ કમિટીના કન્વીનર સલીમભાઈ રહીમભાઈ પીપરવાડીયા દ્વારા ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર ડો. મનસુરભાઈ હાજીઇસ્માઇલભાઈ પીલુડિયા, M.S. ઓર્થોપેડિક ડો. ફેઝાનભાઈ ખાલિદભાઈ ઠાસરીયા, B.A.M.S. ડો. સમીર સલીમભાઈ હેરંજા, પ્રિન્સીપાલ સિનિયર સિવિલ કોર્ટના રજીસ્ટ્રાર કહેકશાબેન ઈરફાનભાઈ ઠાસરીયા અને B.A.M.S. ડો. સુહાનાબેન ફિરોઝભાઈ કડીવાર ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી ભવિષ્યની કારકિર્દી અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ સન્માન સમારોહના અધ્યક્ષ સ્થાને મનસુરી પીંજારા સમાજના પ્રમુખ આરીફભાઈ હાજીહાસમભાઈ પીલુડિયા બિરાજમાન રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે પ્રમુખશ્રીએ તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની ઝળહળતી સફળતા બદલ અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ આપી હતી.આ સમગ્ર વિદ્યાર્થી સન્માન સમારોહને સફળ બનાવવા માટે રિલીફ કમિટીના તમામ સભ્યો તેમજ મનસુરી પીંજારા સમાજના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે રિલીફ કમિટીના સહ-કન્વીનર રજબઅલી દાઉદભાઈ ગોધાવીયા અને નદીમભાઈ રફીકભાઈ પીલુડિયા દ્વારા કાર્યક્રમમાં પધારેલા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.#MorbiUpdate #MorbiNews #MansuriPinjaraSamaj #StudentFelicitation #EducationAward #Morbi