હળવદ : હળવદમાં શ્રી ઠાકોર એજ્યુકેશન એન્ડ સેવા ટ્રસ્ટ હળવદ દ્વારા તારીખ 15-8-2024 ને ગુરુવારના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સાંસદ ચંદુભાઈ શિહોરાનો સત્કાર સમારોહ હળવદના સરસ્વતી શિશુમંદિર હોલ ખાતે યોજાશે.આ કાર્યક્રમમાં સાંજે 5 થી 7 કલાક દરમ્યાન વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. સાંજે 7 થી 8:30 કલાક દરમ્યાન સમૂહ ભોજન તથા રાત્રે 9:30 કલાકે કન્યા-કુમાર છાત્રાલયના લાભાર્થે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ છે. લોક ડાયરામાં લોક ગાયક સોનલબેન ઠાકોર, લોક સાહિત્યકાર બટુકજી ઠાકોર, ભજનીક પ્રહલાદજી ઠાકોર, ભજનીક રમેશભાઈ ઠાકોર, તથા ભજનીક કાંતિભાઈ સુરેલા રમઝટ બોલાવશે.આ સમારોહમાં અધ્યક્ષ તરીકે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા ઉપસ્થિત રહેશે. જ્યારે મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્થિત રહેશે. તેમજ અતિથિ વિશેષ તરીકે પૂર્વ સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા, પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, બાવળાના ધારાસભ્ય કાળુભાઇ ડાભી, ગુજરાત ચોવાળીયા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ ઝીંઝુવાડિયા, પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, પૂર્વ રાજ્યસભા સાંસદ શંકરભાઇ વેગડ તથા પૂર્વ રાજ્યસભા સંસદ જુગલજી ઠાકોર ઉપસ્થિત રહેશે.