મોરબી : મોરબીના ઉમિયા સર્કલ ખાતે રોડ પરની લાઈટો લાંબા સમયથી બંધ હાલતમાં હોય વાહનચાલકો અને રાહદારીઓને રાત્રિના સમયે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક જાગૃત નાગરિકે રજૂઆત કરતાં જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ મહિનાથી ઉમિયા સર્કલથી ડિવાઈડર જ્યાંથી ચાલુ થાય છે ત્યાં લાઈટો બંધ હાલતમાં છે. આ અંગે અવાર નવાર સમાચાર માધ્યમોમાં પણ અહેવાલ પ્રસારિત થયો છે અને તંત્રને પણ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં લાઈટો ચાલુ થઈ નથીઆ રોડ પર રાત્રિના સમયે રખડતાં ઢોર પણ હોય છે જે ઘણી વખત અંધારામાં વાહનચાલકોને દેખાતા નથી અને અકસ્માતો સર્જાય છે. તો જો લાઈટો ચાલુ કરવામાં આવે તો વાહનચાલકોને આવી સમસ્યાનો સામનો ન કરવો પડે. તેથી તાત્કાલિક ધોરણે ઉમિયા સર્કલ ખાતે પોલ પરની લાઈટો ચાલુ કરવામાં આવે તેવી માગ કરાઈ છે.