હડમતીયા : સર્વપિતૃ અમાસના દિવસે હડમતિયા સરકારી કુમાર-કન્યા શાળાના વિધાર્થીઅોને શાળા પરિવાર તરફથી ગરમા ગરમ ભજીયા બનાવી બાળકોને ભાવથી જમાડ્યા હતા. બાળકોમાં જ પ્રભુનો વાસ છે તેમ જાણીને ભાદરવા મહિનાનો છેલ્લો દિવસ એટલે કે સર્વપિતૃ અમાસના દિવસે દર વર્ષે શાળા પરિવાર તરફથી બાળકોને શુદ્ધ અને ગરમા ગરમ સાત્વિક ભોજન જમાડી આત્મસંતોષ મેળવે છે. ટંકારા તાલુકાના હડમતિયા ગામની સરકારી કુમાર-કન્યા પ્રા. શાળાના આશરે 300 વિધાર્થીઅોને સર્વ પિતૃ અમાસ નિમિતે ગરમા ગરમ ફુલવડા, છુંદા, મરચા, લસણીયા ભજીયાની સાથે છાશ પીરસી બાળકોને ખુદ શિક્ષકોઅે ભાવથી જમાડ્યા હતા. આ પ્રસંગે ભજીયાના માસ્ટર સાવડીના પુર્વ સરપંચ મહેશભાઈ (કાળુભાઈ) ગોસરા તેમજ શીવાભાઈ ભેસદડીયાઅે પોતાના તમામ કામ પડતા મુકી બાળકો માટે ભજીયા બનાવવા મદદમાં આવ્યા હતા. દર વર્ષે સ્કુલમાં નાસ્તા બાબતે ગમે ત્યારે પ્રિન્સીપાલ ટેલિફોનિક જાણ કરે ત્યારે પોતાના સ્વખર્ચે સાવડીથી પૂર્વ સરપંચ હડમતિયા પહોચી જઈ શ્રેષ્ઠ સેવાકીય શ્રમદાનનું ઉદાહરણ પુરુ પાડતા આવ્યા છે. બાળકોને કેમ શુદ્ધ અને પૌષ્ટીક આહાર મળી રહે, જેથી કરીને ચોમાસાની સિઝનમાં બાળકો બીમાર ન પડે તેવા તેમના ઉચ્ચ વિચારોથી શાળા પરિવાર પણ પ્રભાવિત થયો હતો. આ પ્રસંગે કુમારશાળાના આચાર્ય નરેન્દ્રભાઈ ધાનજા, કન્યાશાળાના આચાર્ય મનહરભાઈ ફુલતરીયા તેમજ શાળા પરિવારનો શિક્ષકગણ ઉપસ્થિત રહ્યો હતો. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274