મહેસુલી કર્મચારીઓએ રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર દેખાવો કર્યા : હડતાલથી તમામ કામો ઠપ્પ થતા લોકોને હાલાકી : 11મીથી અચોક્કસ મુદતની હળતાલનું એલાન મોરબી : મોરબી જિલ્લાના 205 જેટલા મહેસુલી કર્મચારીઓ પડતર પ્રશ્ને આજે માસ સીએલ પર ઉયરી રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર દેખાવો કર્યા હતા.આમ છતાં પણ સરકાર તેમના પડતર પ્રશ્ને ગંભીર ન બને તો 11મિથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી આપી છે.જોકે આ હળતાલથી મામલતદાર અને કલેકટર કચેરીના તમામ કામો ઠપ્પ થતાં લોકોને ભારે હાલાકી ભૌગવવી પડી હતી. ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળએ અગાઉ મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીને રજુઆત કરી સીધી ભરતીના નાયબ મામલતદાર કચેરીના પાંચ વર્ષની કરાર આધારિત મહેસુલી કર્મચારીઓના સરકારી ધારાધોરણ મુજબ વેતન વધારો કરવા તથા કાયમી કરવા તેમજ વિવિધ કર્મચારીઓને ગ્રેડ અનુસાર પ્રમોશન આપવા તેમજ ગુજરાત હાઇકોર્ટના ફિક્સ પગારની નીતિ રદ કરવાના ચુકાદા સામે સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલી પિટિશન રદ કરી હાઈકોર્ટેના ચુકાદાને અમલી બનાવવાની માંગ કરી હતી. આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં સરકારે આ મુદ્દે નમતું ન જોખતા અંતે મહેસુલી કર્મચારીઓએ અને સરકાર સામે મોરચો માંડીને હડતાલનું શસ્ત્ર અપનાવ્યું છે અને આજે મોરબી જિલ્લાના 205 જેટલા મહેસુલી કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી ગયા હતા.આ મહુસુલી કર્મચારીઓએ રાજ્ય સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાની પડતર માંગણીઓ ઉકેલવાની માંગ કરી હતી.તેમજ આ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો આગામી તા.11 થી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જવાની ચીમકી આપી છે.બીજી તરફ આ મહેસુલી કર્મચારીઓની હડતાલથી મામલતદાર, ડે. કલેકટર અને કલેકટર કચેરીના તમામ કામો ઠપ્પ થઈ ગયા હતા.જોકે વિવિધ યોજનાઓના કામો જાહેર થઈ ગયા છે.તયારે આ હડતાલથી કામો ખોરંભે ચડ્યા છે. દુર દુર ગામડેથી મોરબીમાં આવકના દાખલા તથા ક્રિમિલિયરના સર્ટી કઢાવવા સહિતના કામો માટે લોકોને ધરમ ધક્કા થયા હતા. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en