કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા અરજદારો હેરાન પરેશાન : આંદોલનને કોગેસની ટીમે ટેકો આપ્યો ટંકારા : ટંકારા મામલતદાર કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર કામ કરતા કર્મચારીઓએ બાકી પગાર અને બોનસ ચુકવવાની માંગ સાથે ટંકારા મામલતદારને આવેદન પાઠવ્યું હતું અને બાકી પગાર અને બોનસ ચુકવવાની યોગ્ય કાર્યવાહી ન થાય તો કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીઓએ 26 તારીખથી કચેરી કામ પર અળગા રહેવાની ચીમકી આપી છે. જેના પગલે એજન્સી દ્વારા હળાહળ અન્યાય બાદ પણ દરકાર ન લેતા આ કર્મચારીઓએ આજે કામગીરી ઠપ્પ કરી દીધી છે. https://www.youtube.com/watch?v=8EYB8yD9NoM&feature=youtu.be ટંકારા મામલતદાર કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર કામ કરતા ઓપરેટરોનો બાકી પગાર જે નવ મહિનાથી લઈ કોઈના પાંચ મહિના તો કોઇના બે મહિના અને કોઈના ત્રણ મહિના સુધીના બાકી છે, વર્ષનુ બોનસ અને પી એફ પણ ચુકવવાનું બાકી છે. આ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીઓએ પોતાના બાકી પગાર અને પીએફ તથા બોનસ ચૂકવવા મામલે એજન્સીને વારંવાર રજુઆતો કરવા છતાં પણ કોઈ નિવેડો ન આવતાં અંતે આજે ન્યાય ન મળે ત્યાં સુધી આજથી તમામ ઓપરેટરો કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. હડતાળને પગલે ટંકારા ના અરજદારો ના અટકી ગયા છે ત્યારે સવાલ એ છે કે અધીકારી શુ કામ કરે છે? ખરેખર તો આ તંત્રના આંખ, નાક, કાન અને હાથ, પગ છે જે થંભી જતા જાણે કચેરી સુમસામ લાગી રહી હોય તેવી સ્થિતિ છે. જો કે બાકી પગાર અને બોનસ ચૂકવવાની વાત તો દુર કોન્ટ્રાક્ટ બેઇઝ પર કામ કરતા કર્મચારીની વેદના સાંભળવા પણ એજન્સીએ કોઈ દરકાર કરી ન હતી. આ કર્મચારીઓના ટેકામાં ટંકારા કોંગ્રેસની ટીમના ભુપત ગોધાણી, અશોક સંધાણી, મહેશ લાધવા, પરેશ ઉજરીયા, પ્રકાશ સંધાણી સહિતના નેતા જમીન પર બેસી હડતાળમા જોડાયા હતા.