લગ્નસરાની મોસમ સમયે જ એસટી હડતાલથી મુસાફરોની કફોડી હાલત : તકનો લાભ ઉઠાવીને ખાનગી વાહન ચાલકો મુસાફરીનો ડબલગણો ભાવ વસુલતા અનેક મુસાફરો લૂંટાયા :300 ટ્રીપો બધ હોવથી મોટો વિધાર્થી સમુદાય પરેશાન મોરબી: મોરબી સહિત રાજ્યભરમાં એસટી કર્મચારીઓની હડતાલ આજે બીજા દિવસે પણ યથાવત રહી હતી.જેમાં લગ્નસરાની મોસમ સમયે બબ્બે દિવસથી ચાલતી હડતાલથી મોરબી જિલ્લાના હજારો મુસાફરો કફોડી હાલતમાં મુકાય ગયા હતા,મોરબી એસટી ડેપોની 54 એસટી બસોની આશરે 330 ટ્રીપો રદ થતા હજારો મુસાફરોની સાથે વિધાર્થીઓ રઝળી પડ્યા છે. બબ્બે દિવસથી ચાલતી એસટી હડતાલથી ખાનગી વાહન ચાલકોને બખ્ખા થઈ પડ્યા છે. રાજ્યભરના એસટીના કર્મચારીઓની પડતર પ્રશ્ને બુધવારે મધરાતથી શરૂ થયેલી એસટીની હડતાલમાં મોરબી એસટી ડેપોના કર્મચારીઓ જોડાતા આ એસટી બસ ડેપોની 54 જેટલી એસટી બસોના પૈડાં થભી ગયા હતા.આ 54 બસો બધ થવાથી આશરે 330 જેટલી ટ્રીપો રદ થતા મોરબીના મોટા મુસાફર સમુદાયને માંથી અસર પહોંચી હતી.જોકે એસટીની હડતાલ આજે બીજા દિવસે યથાવત રહેતા લગ્નસરાની મોસમમાં બહારગામ જવા નીકળેલા અનેક લોકો રઝળી પડ્યા હતા.તેમજ બબ્બે દિવસથી ચાલતી આ એસટીની હળતાલથી હજારો મુસાફરો અને મોટા વિધાર્થી સમુદાય રીતસર રઝળી પડવાથી કફોડી હાલતમાં મુકાયો હતા.આવા સમયે વધુ કમાણી કરવાની લ્હાયમાં ખાનગી વાહન ચાલકોએ મો માગ્યા દામ વસુલતા અનેક મુસાફરો લૂંટાયા હતા. આ બાબતે મુસાફરોએ જણાવ્યું હતું કે,બે દિવસથી ચાલતી એસટીની હળતાલથી મુશ્કેલીમાં મુકાય ગયા છીએ. અત્યારે લગ્નસરાની મોસમ હોય સગાસબધીઓના ઘરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જવાનું હોય પરંતુ ખાનગી વાહન ચાલકો ગરજ વર્તાવીને રીતસર ઉઘાડી લૂંટ ચલાવે છે.આ ખાનગી વાહન ચાલકો દોઢ કે ડબલ ગણા મુસાફરીનો ભાવ વસુલતા હોવાથી અનેક મુસાફરોને લૂંટાવું પડી રહ્યું છે.તેમજ એસટી હડતાલ હોવાથી સમયસર જેતે સ્થળે પહોંચી પણ શકાતું નથી.જ્યારે મોરબી રાજકોટ કામધધે કે નોકરીમાં માટે દૈનિક અપડાઉન કરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.સૌથી વધુ કફોડી હાલત વિધાર્થીઓની થઈ ગઈ છે.એસટીની હડતાલથી રઝળી પડેલા વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી છે.જો એસટીની હડતાલ લાંબી ચાલી તો લોકોની આનાથી વધુ કફોડી હાલત થઈ જશે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en