ડ્રગ ડિટેક્શન ટેસ્ટ કિટ અને બ્રેથ એનાલાઇઝર દ્વારા નશાખોરોની તલાશ : નંબર પ્લેટ વગરના વાહનો તથા કાળા કાચ વાળી કાર સામે પણ કાર્યવાહીhttps://youtube.com/shorts/3W6iGjSz-8k?si=bCXMGjNbEW0rJaTBમોરબી : આજે થર્ટી ફર્સ્ટની રાતે મોરબીમાં પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. ડ્રગ ડિટેક્શન ટેસ્ટ કિટ અને બ્રેથ એનાલાઇઝર દ્વારા નશાખોરોની તલાશ કરવામાં આવી રહી છે. સાથોસાથ નંબર પ્લેટ વગરના વાહનો તથા કાળા કાચ વાળી કાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ ઉમિયા સર્કલ, વીસી ફાટક, ત્રાજપર ચોકડી, શનાળા બાયપાસ સહિતના પોઇન્ટ ઉપર પોલીસે કડક બંદોબસ્ત સાથે સઘન ચેકીંગ હાથ ધર્યું છે. રાત્રીના જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ પણ ફિલ્ડમાં ઉતર્યા છે. તેઓએ જણાવ્યું કે જિલ્લામાં તમામ પોલીસ મથકની ટિમો અત્યારે કાર્યરત છે. આ સાથે મોરબી શહેરમાં વધારાની 6 ટિમો કાર્યરત છે. હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા, ફાર્મ હાઉસમાં પણ ચેકીંગ ચાલુ છે. નિયમોનું ભંગ કરતા વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ નશામાં મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નશાકારક ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા લોકોને પકડવા માટે આ વખતે અલગથી ડ્રગ ડિટેક્શન ટેસ્ટ કિટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બ્રેથ એનાલાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર હથિયાર સાથે ફરતા અથવા નશાકારક ચીજ વસ્તુઓનો દેખાવ કરતા લોકો પર સાયબર ક્રાઇમ સેલના પીઆઇ દ્વારા સોશિયલ મીડિયા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસથી હાલ સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આજે રાત્રીના 3થી 4 વાગ્યા સુધી જિલ્લામાં 500થી વધુ સ્ટાફ દ્વારા ચેકીંગ ચાલુ રહેશે.