મોરબી: કોવિડ-19ના વધતા સંક્રમણ છતાં નાગરિકો હજુ પણ પરિસ્થિતિની ગંભીરતા સમજતા ન હોય પોલીસે કાયદાનો દંડો ઉગામતા જિલ્લામાં કોવિડ ગાઈડલાઇન્સની અવહેલના કરતા, કરફ્યૂભંગ કરતા વાહનચાલકો, દુકાનદારો, રાહદારીઓ, રીક્ષા-કારચાલકો, બાઈકચાલકો સામે અસંખ્ય કેસો કર્યા હતા. વધતા સંક્રમણ વચ્ચે હવે પોલીસે કડક વલણ અપનાવ્યું હોય તેમ રિક્ષાઓ, પેસેન્જર કારો અને બાઇકો ડિટેઇન કર્યા હતા. મોરબી સીટી. એ. ડીવી.પોલીસ સ્ટે. વિસ્તારમાં કન્યા છાત્રાલય રોડ પરથી વિરેન્દ્રકુમાર કનૈયાલાલ પરમાર, નગર દરવાજા ચોકમાંથી ઇસ્માઇલ ઉર્ફે હિતો હુસેનભાઈ બ્લોચ, શનાળા રોડ પરથી જીઆઇડીસી નાકા પાસેથી સાગર જેઠાભાઇ આલ, પંચાસર રોડ, રાધે ક્રિષ્ના પાર્ક પાસેથી પ્રતીક સુભાષભાઈ ગોહેલ, શ્યામ પાર્કના નાકા પાસેથી હર્ષદ પ્રભુભાઈ કાનાણી, શનાળા રોડ, રામ ચોક પાસેથી હકાભાઈ મેરુભાઈ મૂંધવાને કર્ફ્યૂભંગ બદલ ઝડપી પાડી આઈપીસી કલમ 188 મુજબ કેસો કર્યા છે. જ્યારે બી. ડીવી. પો.સ્ટે. વિસ્તારમાંથી માળીયા ફાટક પાસેથી સલીમશા ઉસમાનશા દિવાનને પોતાની સીએનજી રિક્ષામાં 6 પેસેન્જરો બેસાડી નીકળતા, કરશનભાઇ પુનાભાઈ બાંભવા પણ પોતાની રિક્ષામાં 6 પેસેન્જર બેસાડીને નીકળતા, સોંડાભાઈ જેરામભાઈ ઉચાણા સીએનજી રિક્ષામાં 8 પેસેન્જર બેસાડીને નીકળતા, દિનેશભાઇ જેઠાભાઇ પરમાર સીએનજી રિક્ષામાં 6 પેસેન્જર બેસાડીને નીકળતા, મહેન્દ્રનગર ચોકડીએ હમીદભાઈ ઇસ્લામભાઈ શેખ રિક્ષામાં 7 પેસેન્જર બેસાડીને નીકળતા, અશ્વિનભાઈ કિશોરભાઈ ગોસાઈ રિક્ષામાં 7 પેસેન્જર બેસાડીને નીકળતા, વીસીપરા ફાટક પાસે લિયાક્ત બાવામિયા બુખારી રિક્ષામાં 5 પેસેન્જર બેસાડીને નીકળતા, અકબરભાઈ મુસાભાઈ દાવલિયા ડ્રાઈવર સહિત 5 લોકો નીકળતા આઈપીસી કલમ 188, 269 તથા એપિડેમીક ડીસીઝ એક્ટ 1897ની કલમ 3 મુજબ તમામ સામે ગુન્હો નોંધી ઉક્ત રિક્ષાઓ ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ત્રાજપર ચોકડી પાસેથી મોસીનશા યાકુબશા શાહમદારને કરફ્યૂભંગ બદલ, બી.આર.સી. ભવન પાસેથી અક્ષર સીટ કવર નામની દુકાન કરફ્યૂ દરમ્યાન ખુલ્લી રાખવા બદલ ચિરાગ મુકેશભાઈ ચૌહાણ સામે આઈપીસી કલમ 188 હેઠળ કેસ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મોરબી તાલુકા પોલીસે લાલપર ગામ નજીકથી વધુ પેસેન્જર બેસાડીને નીકળેલા રીક્ષા ચાલક શક્તિભાઈ ભરતભાઇ ધામેચા, લાલપર બસસ્ટેન્ડ પાસેથી રવિ નંદુભાઈ પંચાલને રિક્ષામાં વધુ પેસેન્જર ભરીને નીકળતા, નવી પીપળી ગામના પાટિયા પાસેથી વધુ પેસેન્જર બેસાડીને નીકળેલા રિક્ષાચાલક અસીમભાઈ મહેમુદભાઈ તળપદા સામે આઈપીસી કલમ 188 મુજબ કેસ દાખલ કરી રીક્ષા ડિટેઇન કરાઈ હતી. વાંકાનેર સીટી પોલીસે મેઈન બજારમાં હેરસલૂનમાં માસ્ક પહેર્યા વગર તથા સોશિયલ ડિસ્ટનસનું પાલન ન કરતા સોહિલ મહેબૂબભાઈ ભટ્ટી, રસાલા રોડ પર મહાકાળી પાન નામની દુકાને માસ્ક પહેર્યા વગર અને વધુ માણસો એકત્રિત કરવા બદલ પ્રવીણભાઈ મોતીભાઈ કુમખાણીયા, સીટી સ્ટેશન રોડ પરથી માસ્ક પહેર્યા વિના દુકાને બેસવા બદલ ભાવિન નટવરલાલ પુજારા, ધર્મચોક પાસે માસ્ક પહેર્યા વિના બાઇક લઈને નીકળેલા સાવનભાઈ કિશોરભાઈ પાલીવાર, ઢૂંવા માટેલ રોડ પર માસ્ક વગર તેમજ વધુ ગ્રાહકો એકઠા કરવા બદલ બુટભવાની પાનના માલિક મહેશભાઈ ભગવનભાઇ ડાભી, ખુશ્બુ કિરાણા સ્ટોરના માલિક હનીફભાઈ હુસેનભાઈ સિપાઈને માસ્ક વિના દુકાને બેસવા તેમજ વધુ ગ્રાહકો એકઠા કરવા બદલ, રાજકોટ હાઇવે સિંધાવાદર ગામના બસ સ્ટેન્ડ પાસેથી જાહેરમાં માસ્ક વગર નીકળતા ભરતભાઇ વિનુભાઈ સાકરીયા, અજય વેરશીભાઈ કાઠિયા સામે તથા દુકાને માસ્ક વિના બેસીને વેપાર કરવા માટે પૃથ્વીરાજ ઘનશ્યામસિંહ ખેર સામે, જોધપર ગામના પુલ પાસે જાહેરમાં માસ્ક પહેર્યા વિના બાઇક લઈને નીકળેલા વિજય જકશીભાઈ ચાડમિયા, સંજય ઉર્ફે લીંબુડો જકશીભાઈ ચાડમિયા સામે તથા ઢૂંવા માટેલ રોડ પર ગોપાલ ડેરીવાળા રણછોડભાઈ ખોડાભાઈ ગોલતરને માસ્ક વગર દુકાને બેસવા બદલ, સિંધાવદર ગામના પાટિયા પાસેથી મુન્નાભાઈ ભારાભાઈ વરુને માસ્ક વિના જાહેરમાં નીકળવા બદલ કેસ કરી તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. જ્યારે માળીયા મી.ની મેઈન બજારમાં કન્યાશાળા સામેથી ફારૂકભાઈએ ઈકબાલભાઈ લધાણી સામે કોલ્ડડ્રિન્કસની દુકાને માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરવા બદલ, વાગડીયા ઝાંપા પાસેથી મુસાભાઈ નિઝામૂદીન સંઘવાણી નામના રીક્ષાચાલક સામે માસ્ક વિના રીક્ષા ચલાવી તેમજ 5 પેસેન્જર બેસાડવા બદલ, મચ્છુ નદીના પૂલ પરથી 6 પેસેન્જરને બેસાડીને નીકળેલા રીક્ષાચાલક મહેબુભાઈ હાજીભાઈ જેડા સામે વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી ઉપરોક્ત વાહનો ડિટેઇન કરી તમામ સામે કેસો કરવામાં આવ્યા છે. ટંકારા પોલીસે નગરનાકા પાસેથી કમલેશભાઈ મોતીભાઈ ગૌસ્વામીને રિક્ષામાં વધુ પેસેન્જર બેસાડવા બદલ, પિયુષ ગિરીશભાઈ ખંડોરિયા સામે તથા મનોજભાઈ ખોડીદાસભાઈ ચોટલીયા સામે મારુતિ ઇકો કારમાં વધુ પેસેન્જર બેસાડવા બદલ, તથા હળવદ પોલીસ સ્ટે.વિસ્તારમાં નગરપાલિકાની સામે કટલેરીની લારી પર 4થી વધુ માણસો એકઠા કરવા બદલ અસલમભાઈ અબ્દુલભાઇ આગરિયા સામે વિવિધ કલમો હેઠળ ગુન્હા નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.