45 દિવસમાં દંડ ભરવો અથવા વાંધા અરજી કરવી પડશે, અન્યથા વાહન ડિટેઈન કરવા સુધીની કાર્યવાહી થશે: મોરબી જિલ્લા પોલીસની વાહનચાલકોને ખાસ અપીલમોરબી અપડેટ : મોરબી જિલ્લા પોલીસ દ્વારા 12 ઓગસ્ટ 2026 થી નેક્સ્ટ જનરેશન ઈ-ચલણ સિસ્ટમનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 20 જાન્યુઆરી 2026 ના રોજ જાહેર કરાયેલા G.S.R. 48(E) મુજબ કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989 માં મહત્વના સુધારા કરવામાં આવ્યા છે.સુધારેલા નિયમ 167 મુજબ, હવેથી ઈ-ચલણ ઈલેક્ટ્રોનિક માધ્યમ (ઈ-પોસ્ટ) થી 3 દિવસની અંદર અને ભૌતિક માધ્યમ (સ્પીડ પોસ્ટ) થી 15 દિવસની અંદર RTO ડેટા મુજબના એડ્રેસ પર પહોંચાડવામાં આવશે. વાહનચાલકે ટ્રાફિક નિયમ ભંગ બદલ ઈ-ચલણ જનરેટ થયાની તારીખથી 45 દિવસની અંદર દંડની રકમ ચૂકવવાની રહેશે. જો ઈ-ચલણ સામે વાંધો હોય તો 45 દિવસની અંદર [https://echallan.parivahan.nic.in](https://echallan.parivahan.nic.in) સાઇટ પર Grievance (વાંધા અરજી) રજીસ્ટર કરી શકાશે, પરંતુ તે માટે માત્ર વાંધો પૂરતો નથી, તેને સમર્થન આપતા દસ્તાવેજી પુરાવા રજૂ કરવા ફરજિયાત રહેશે.જો 45 દિવસમાં કોઈ વાંધા અરજી ઓનલાઇન નહીં થાય તો નાગરિકે ચલણ સ્વીકારી લીધું છે તેમ માનવામાં આવશે અને ચૂકવણી માટે વધુ 30 દિવસનો સમય આપવામાં આવશે. જો સક્ષમ અધિકારી દ્વારા વાંધા અરજી નામંજૂર થાય તો 30 દિવસમાં દંડ ભરવાનો રહેશે અથવા 50 ટકા રકમ જમા કરાવીને કોર્ટમાં પડકારી શકાશે.સૌથી મોટો અને મહત્વનો સુધારો નિયમ 21 મુજબ થયો છે, જેમાં 1 જાન્યુઆરી 2026 થી શરૂ થતા એક વર્ષના સમયગાળામાં 5 અથવા તેથી વધુ ઈ-ચલણ બાકી હશે તો સંબંધિત વ્યક્તિના ડ્રાઇવિંગ લાયસન્સ અથવા મોટર વાહનના રજીસ્ટ્રેશન સંબંધિત RTO ની સેવાઓ સ્થગિત કરવામાં આવશે. આવા વાહનને RTO પોર્ટલ પર “Not to be Transacted” તરીકે માર્ક કરવામાં આવશે અને પોલીસ અધિકારી દ્વારા આવા વાહનને રસ્તા પર અટકાવી (detain) પણ શકાશે.મોરબી જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને અપીલ* તમારા ઈ-ચલણને ચેક કરો અને નક્કી કરેલ સમયમર્યાદામાં જરૂરી એક્શન લો.* RTO અથવા Parivahan પોર્ટલ પર તમારો નોંધાયેલ મોબાઈલ નંબર અને એડ્રેસ સાચા ન હોય તો ફરજિયાત અપડેટ કરાવો.* મોબાઈલ નંબર અપડેટ રાખવાથી ટ્રાફિક ઉલ્લંઘન અંગે SMS થી સમયસર જાણકારી મળશે અને 45 દિવસની સમયમર્યાદામાં કાર્યવાહી કરી શકાશે.* ટ્રાફિક નિયમોનું પાલન માત્ર દંડના ડરથી નહીં, પરંતુ પોતાની અને પરિવારની અમૂલ્ય સુરક્ષાના ભાવથી કરો.* ફરજિયાત હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ કરો, ઓવરસ્પીડ અને નશાની હાલતમાં વાહન ન ચલાવો તથા ડ્રાઇવિંગ વખતે મોબાઈલનો ઉપયોગ ટાળો.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiPolice #eChallan #TrafficRules #NextGenEchallan #GujaratPolice #TrafficAwareness