રહીશો દ્વારા સ્ટ્રીટલાઈટ ચાલુ કરવા ચીફ ઓફીસરને રજુઆત મોરબી : મોરબીના નાની કેનાલ રોડ ઉપર આવેલ ઓમ પાર્ક શેરીમાં છેલ્લા છ મહિનાથી સ્ટ્રીટલાઈટ બંધ હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી, સ્થાનિક રહીશોએ પાલિકામાં ચીફ ઓફિસરને રજુઆત કરીને તેમની શેરીમાં બંધ રહેલી સ્ટ્રીટલાઈટ ચાલુ કરવની માંગ કરી છે. મોરબીના રાજનગર વિસ્તારમાં નાની કેનાલ રોડ ઉપર આવેલ ઓમપાર્ક શેરીમાં રહેતા મનસુખભાઇ ભાણજીભાઈ સુવારીયાએ મોરબી પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે ઓમ પાર્ક શેરીમાં આવેલા ચાર વીજપોલમાં રહેલી સ્ટ્રીટલાઈટો છેલ્લા છ મહિનાથી બંધ હાલતમાં છે. આથી, રાત્રીએ અંધારપટ્ટ સર્જાઈ છે. જેથી, રાત્રીના સમયે અંધકારમાં મહિલાઓ અને વૃદ્ધોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. આથી, તેમની શેરીમાં બંધ હાલતમાં રહેલી સ્ટ્રીટલાઈટ વહેલીતકે ચાલુ કરવાની તેઓએ માંગ કરી છે.