વાંકાનેર : વાંકાનેર તાલુકાની ગુંદાખડા પ્રાથમિક શાળાના 225 વિદ્યાર્થીઓને, તરકીયા પ્રાથમિક શાળાના 180 વિદ્યાર્થીઓને, તરકીયા સીમ પ્રાથમિક શાળાના 50 વિદ્યાર્થીઓને, વિનયગઢ પ્રાથમિક શાળાના 170 વિદ્યાર્થીઓને તથા મેસરીયા પ્રાથમિક શાળાના 425 વિદ્યાર્થીઓને ગત તા. 27 જાન્યુઆરીના રોજ વી. ડી. બાલાના માર્ગદર્શન હેઠળ શેરી-રમતો રમાડવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. માર્ગદર્શક વી. ડી. બાલાએ આજના યુગમાં વિસરાતી જતી શેરી-રમતોના ફાયદાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. તેમજ સી.આર.સી. મેસરીયાના અતુભાઇ રોજાસરા, જેને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શેરી-રમતો રમાડવાનું આયોજન કર્યું હતું, તેનો આભાર વ્યક્ત કર્યો હતો.