મોરબી: મોરબી - માળિયા (મી.) બાયપાસ હાઈવે પર હાલમાં અંધારપટ છવાયેલો છે. આ હાઈવે પરની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોવાથી રાત્રિના સમયે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ સાથે હાઈવે પર અનેક જગ્યાએ ખાડાઓ પણ પડી ગયા છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. સ્ટ્રીટ લાઈટ બંધ હોવાને કારણે આ ખાડાઓ જોઈ શકાતા નથી, જેના પરિણામે અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે. ત્યારે આ માર્ગ પર તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવે અને ખાડાઓનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગણી પ્રબળ બની છે.