મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે નગરપાલિકા દ્વારા ઉભા કરાયેલા લાઈટ પોલમાં ઉપર રહેલી લાઈટ ગાયબ થઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી લાઈટ વિના પોલ ઉભો છે.ત્રાજપર ચોકડી પાસે સર્કિટ હાઉસની બાજુમાં આવેલા એક પોલમાં ઉપર રહેલી લાઈટો ઘણા સમયથી ગાયબ છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આશરે 3 મહિનાથી આ પોલ પર લાઈટ નથી. નગરપાલિકા પણ આ અંગે કોઈ ધ્યાન ન આપતી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ પોલ પર ફરીથી લાઈટ લગાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.