અગાઉ શનાળા રોડ પર થાંભલાનો ઉપરનો ભાગ તૂટી વાયર સાથે નીચે પડ્યો હતોમોરબી અપડેટ : મોરબીના સામાકાંઠે કલેકટર કચેરી વાળા શોભેશ્વર રોડ પર એક થાંભલો છેલ્લા 2 દિવસથી નમી ગયેલો છે. આ પોલ ગમે ત્યારે પડે તેવી શક્યતાઓ છે. શુક્રવારનો આ થાંભલો નમેલો છે અને ધીમે ધીમે વધુ નમતો જાય છે.આ રોડ સતત ધમધમતો રસ્તો છે. આ રોડ પર જિલ્લા પંચાયત, કલેકટર કચેરી અને SP કચેરી સહિતની મહત્વની કચેરીઓ આવેલી છે. સતત વાહનવ્યવહાર વાળા આ રસ્તા પર કોઈના માથે થાંભલો પડે અને દુર્ઘટના થાય તે પહેલા મહાનગરપાલિકા દ્વારા આ સ્ટ્રીટ લાઈટના પોલને યોગ્ય રીતે રિપેર કરવામાં આવે અથવા તેને હટાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે, આ પહેલા થોડા દિવસો અગાઉ જ મોરબીના શનાળા રોડ ઉપર છોટાલાલ પેટ્રોલપંપ પાસે એક પોલનો ઉપરનો ભાગ તૂટીને વાયર સાથે નીચે પડ્યો હતો. ત્યારે ત્યાંથી પસાર થતા 4 જેટલા બાઇક ચાલકોનો આબાદ બચાવ થયો હતો. ત્યારે ભૂતકાળની ઘટનાઓમાંથી બોધપાઠ લઈને સામાકાંઠા વિસ્તારમાં આવેલો આ જોખમી થાંભલો વહેલી તકે હટાવવામાં આવે અને યોગ્ય રીતે રિપેરિંગ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #StreetLightIssue #SafetyHazard #SobheshwarRoad #MorbiMahanagarpalika