મોરબી : મોરબીની અણીયારી પ્રાથમિક શાળા ખાતે એક અનોખો 'સ્ટ્રીટ ફૂડ કાર્નિવલ' યોજાયો હતો. આ કાર્નિવલમાં આચાર્ય રમેશભાઈ લોરીયા, શિક્ષક ટીમ તેમજ કમલેશભાઈ, બિમલભાઈ, વીણાબેન, અરુણાબેન, માધવીબેન અને આ શાળામાં ભણી ગયેલી ગામની દીકરીઓના સહયોગથી બાળકોએ અને ગ્રામજનોએ માત્ર રૂ. 10માં ચટપટી વાનગીઓનો આનંદ માણ્યો હતો. આ સ્ટ્રીટ ફૂડ કાર્નિવલનો હેતુ બાળકોમાં સમૂહભાવના વધે, નાણાકીય વ્યવહારની સમજ વધે, આપણી સંસ્કૃતિના સ્વાદનો પરિચય થાય તે હતો. ભુંગળા બટેટાથી લઈને પાણીપુરી સુધીની દરેક વાનગીમાં પ્રેમ અને કાઠિયાવાડી સ્વાદ હતો.