મોરબી: મોરબીના બસ સ્ટેશનમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. બસ સ્ટેશનના પ્લેટફોર્મમાં ગાયો અને આખલાઓ આંટાફેરા કરતા જોવા મળે છે, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઢોર ઘણીવાર મુસાફરોના સામાનને નુકસાન પહોંચાડે છે અને તેમજ અકસ્માતની ભીતિ સર્જાય છે. આ ઉપરાંત આખલા યુધ્ધના કારણે ભયનો માહોલ સર્જાય છે. તેથી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે લોકમાંગ ઉઠી છે.