ઢોરના કારણે રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા અને અકસ્માતની ભીતિ મોરબી: મોરબી-હળવદ ફોરલેન હાઈવે પર આવેલા ઘૂંટુ ગામ નજીક રઝળતા ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ હાઈવે સતત ધમધમતો હોવાથી વાહનોની અવરજવર સતત ચાલુ રહે છે, ત્યારે ઢોરના અડિંગાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને અકસ્માતોનો ભય પણ તોળાઈ રહ્યો છે.આ સમસ્યાને કારણે વાહનચાલકોને સમયનો પણ વ્યય થાય છે અને ટ્રાફિક જામના કારણે મુસાફરીમાં વિલંબ થાય છે. ત્યારે આ સમસ્યા અંગે તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે.