મોરબી : મોરબી- વાંકાનેર હાઇવે પર બંધુનગર પાસે આજે સાંજના સમયે વિચિત્ર અકસ્માત સર્જાયો છે. જેમાં એક પાછળ એક ધડાધડ 5 વાહનો અથડાયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રથમ એક કાર પાછળ બોલેરો પિકઅપ અથડાયું હતું. ત્યારબાદ તેની પાછળ કાર અને તેની પાછળ એક ટ્રક અને તેની પાછળ બીજો ટ્રક અથડાયો હતો. આ અકસ્માતને પગલે રોડ ઉપર ટ્રાફિક પણ થયો હતો.