મોરબી -રાજકોટ હાઇવે ઉપર સંગમ વોટર પાર્ક સામે બનેલો અકસ્માતનો બનાવ મોરબી : મોરબી -રાજકોટ હાઇવે ઉપર સંગમ વોટર પાર્ક સામે ડિવાઇડરમાંથી અચાનક જેસીબી ચાલકે વળાંક વાળતા કિયા કાર સાથે અકસ્માત સર્જ્યો હતો અને બાદમાં પાછળ આવતી ક્રેટા કાર કિયા કાર સાથે અથડાઈ હતી અને એક બાઈક પણ આ અકસ્માતમાં ઝપટે ચડી જતા મોરબીના રહેવાસી યુવાનને આ વિચિત્ર અકસ્માતમાં ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી -રાજકોટ હાઇવે ઉપર સંગમ વોટર પાર્ક સામે ડિવાઇડરની કટમાંથી GJ-36-S-7571 નંબરના જેસીબીના ચાલકે અચાનક વળાંક વાળતા રોડ ઉપર આવતી કીયા કાર સાથે અકસ્માત સર્જ્યો હતો, બાદમાં પાછળ આવતી ક્રેટા કાર પણ કીયા કાર સાથે અથડાઈ હતી અને સાથે જ આ વિચિત્ર અકસ્માતમાં બાઈક લઈને આવી રહેલ મોરબી વાઘપરામાં રહેતા જયભાઇ નલીનભાઇ જાની ઉ.41 ઝપટે ચડી જતા તેઓને ડાબા પગમાં ફેકચર જેવી ઇજાઓ પહોંચતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જેસીબીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.