મોરબીઃ વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે સાથે સાહિત્યમાં પણ રુચિ કેળવાય તે માટે જુના દેવળીયા કુમાર પ્રાથમિક શાળામાં મનગમતી વાર્તા લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે કુમાર પ્રાથમિક શાળામાં મનગમતી વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કૂલ 45 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાની મનગમતી વાર્તા લખી હતી. વાર્તા લેખન સ્પર્ધામાં સૌથી સારી વાર્તા લખનાર 5 વિદ્યાર્થીઓને હિતમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી અને મહેશ્વરી હોસ્પિટલ, મોરબી તરફથી ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય સાગરભાઈ મહેતા તથા સમગ્ર સ્ટાફના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.