ટંકારા : ટંકારાના ટોળ ગામે ફાંગલિયા કુટુંબના કુળદેવી આધ્યાશક્તિ માં અને બ્રહાણી માતાજીના મંદીરે આજે બીજને ગુરૂવારે તા.૨૮/૧૧/૨૦૧૯ રોજ માતાજીના મંદિરે કથા તથા રામા મંડળનુ આયોજન કરવામાં આવેલું છે. ઉલ્લેખનીય છે કે આ ગામના માલધારી સમાજની એક પરંમપરા છે કે દર બીજના દિવસે માંની આરાધના અને ભજન સંધ્યા યોજવામાં આવે છે. બાદમાં બહ્રમ ભોજન અને જ્ઞાતી જમણવાર એકસાથે બેસીને થાય છે. જે આજના જમાનામાં કુટુંબ વ્યવસ્થાને ઉજાગર કરે છે.