મોરબી: મોરબી સિવિલ હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વારથી બિલ્ડીંગ સુધી પહોંચવાના રસ્તા પર થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થાય છે, જેના કારણે દર્દીઓ અને મુલાકાતીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા યથાવત્ છે, અને ભરાયેલું પાણી ઓસરતા બે-ત્રણ દિવસ સુધી રહે છે. આ પરિસ્થિતિને કારણે દર્દીઓને પાણીમાં ચાલીને હોસ્પિટલ બિલ્ડિંગ સુધી જવાની ફરજ પડે છે. ત્યારે હોસ્પિટલ તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે અને પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરે તેવી લોકમાંગ ઉઠી છે. જેથી દર્દીઓ અને તેમના પરિવારજનોને પડતી મુશ્કેલીઓનો અંત આવે.