હવે એકથી દોઢ મહિનામાં પાંચ દરવાજા બદલવાની કામગીરી કરાશેમોરબી : મોરબીના મહાકાય મચ્છુ 2 ડેમનાં દરવાજા રીપેરીંગ કરવા માટે છેલ્લા 3 દિવસથી પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યાર હવે રીપેરીંગ માટે જેટલો ખાલી કરવો પડે તેટલો ડેમ ખાલી થઇ જતા દરવાજા બંધ કરી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે. સાથે જ હવે સિંચાઈ વિભાગ દ્વારા આગામી એકથી દોઢ મહિનામાં પાંચ દરવાજા બદલવાની કામગીરી શરૂ કરવામાં આવશે.મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમના પાંચ દરવાજા બદલાવ પડે તેમ હોય સિંચાઈ વિભાગ દ્વારા ગત તા.12ના રોજ સવારથી મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કર્યા બાદ તા.15ને બુધવારે મોડી સાંજ સુધી દરવાજા ખુલ્લા રાખી પાણી મચ્છુ નદીમાં વહેવડાવી દેવામાં આવ્યું હતું. મચ્છુ 2 ડેમના અધિકારી વિશાલ પટેલે જણાવ્યું હતું કે ડેમના 5 દરવાજા બદલાવવા માટે મચ્છુ 2 ડેમમાંથી 720 MCFT પાણી છોડવાનું નક્કી કરાયા બાદ રવિવારે પહેલા બે દરવાજા ખોલાય બાદ બીજા દિવસે વધુ 3 દરવાજા ખોલાયા હતા અને ત્યાર બાદ ગત મોડી રાત્રે વધુ 3 દરવાજા ખોલાય હતા.વધુમાં બુધવારના દિવસે ડેમમાં સંગ્રહાયેલા જળરાશી છોડવા માટે 8 દરવાજા 1 ફૂટ ખુલ્લા રાખી 1920 ક્યુસેક પાણીની જાવક સાથે સાંજ સુધીમાં 720 MCFT પાણી છોડી નાખવામાં આવ્યું છે. અને ત્યાર બાદ ડેમના તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હોવાનું જણાવી ચોમાસા પૂર્વે ગેઇટ બદલવાની કામગીરી સંપન્ન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.