ડબલિંગ કામને કારણે ટ્રેનોના સ્ટોપેજ 23 ઓગસ્ટ, 2025 થી 30 નવેમ્બર, 2025 સુધી અસ્થાયી રૂપે રદરાજકોટ: રાજકોટ રેલવે ડિવિઝનમાં આવેલ લાખાબાવાળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ચાલી રહેલા ડબલિંગ કામને કારણે, કેટલીક ટ્રેનોના સ્ટોપેજ 23 ઓગસ્ટ, 2025 થી 30 નવેમ્બર, 2025 સુધી અસ્થાયી રૂપે રદ કરવામાં આવ્યા છે. જેમાં લાખાબાવાળ સ્ટેશન પર ટ્રેન નં. 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ, ટ્રેન નં. 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ, ટ્રેન નં. 59552 ઓખા-રાજકોટ લોકલ અને ટ્રેન નં. 59551 રાજકોટ-ઓખા લોકલ આ તમામ ટ્રેનો ઉપરોક્ત સમયગાળા દરમિયાન લાખાબાવાળ સ્ટેશને ઊભી રહેશે નહીં.તેમજ પીપળી સ્ટેશન પર ટ્રેન નં. 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ અને ટ્રેન નં. 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ આ બંને ટ્રેનો પીપળી સ્ટેશને ઊભી રહેશે નહીં.