રાજકોટ ડિવિઝનના લાખાબાવળ રેલવે સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજ (FOB) ના નિર્માણ કાર્યને કારણે બે જોડી ટ્રેનોના સ્ટોપેજ હંગામી ધોરણે રદ કરવામાં આવ્યા છે. લાખાબાવળ સ્ટેશન પર આ વ્યવસ્થા હવે 26 ફેબ્રુઆરીથી 5 માર્ચ, 2026 સુધી અમલમાં રહેશે. વિગતો નીચે મુજબ છે:સ્ટોપેજ રદ થવા અંગેની માહિતી: લાખાબાવળ સ્ટેશન પર ટ્રેન નંબર 19209/19210 ભાવનગર–ઓખા–ભાવનગર એક્સપ્રેસ અને ટ્રેન નંબર 59552/59551 ઓખા–રાજકોટ–ઓખા લોકલ ટ્રેનોનું સ્ટોપેજ 26 ફેબ્રુઆરીથી 5 માર્ચ, 2026 સુધી રદ રહેશે.રેલ મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરે, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.