ખેડૂતોને એક થાંભલાના 70-80 લાખ આપવાની વાત અફવા હોવાનો દાવો; ખેડૂતોને થતા નુકસાન અંગે કારુભાઈએ સરકાર અને તંત્રને આડે હાથ લીધામોરબી અપડેટ : રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ખેડૂતોને વીજ લાઈનના થાંભલા નાખવા બદલ 70 લાખ રૂપિયાના વળતર અંગે કરવામાં આવેલા નિવેદનનો હવે મંત્રીના જ સગા ભાઈ રાકેશભાઈ ( કારૂકાકા) એ સણસણતો જવાબ આપ્યો છે. એક વીડિયોમાં કારુભાઈએ સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતોને એક થાંભલાના 70 લાખ મળ્યા નથી અને તેઓ કોઈપણ ભોગે પોતાના ખેતરોમાં થાંભલા નાખવા દેશે નહીં.વળતરનો સ્પષ્ટ ઈન્કાર અને પડકાર:કારુભાઈએ જણાવ્યું કે, મંત્રી અને કલેક્ટર ખેડૂતોને 70 થી 80 લાખ રૂપિયા આપવાની જે વાતો કરે છે તે જમીની હકીકત નથી. કોઈને આ રકમ મળી હોય તેવું લાગતું નથી. તેમણે રોષ ઠાલવતા કહ્યું કે, 'અમારે 70 કે 80 લાખ નથી જોતા, અમારે બજાર કિંમતના 4 ગણા જોઈએ છે. જો તમારે દેવા હોય તો દઈ જાવ, નહિતર તમારા થાંભલા બીજા રાજ્યમાં લઈ જાવ. અમારા ખેતીની શું કામ પથારી ફેરવો છો?'ખેતીને થતું ભારે નુકસાનતેમણે પોતાની 25 વીઘા અને અન્ય ખેડૂતોની 50 વીઘા જમીનનો દાખલો આપતા કહ્યું કે, ખેતરમાં થાંભલા અને તાર આવવાથી ખેડૂતોને કાયમી નુકસાન જાય છે. ખેતરમાં તાર આવે તો તે ખેતર કોઈ ખરીદતું પણ નથી. એક થાંભલા માટે 4 કરોડ રૂપિયા આપે તો પણ ખેડૂતને નુકસાની જ છે.ખોટા દાવાઓ બંધ કરવા તાકીદકારુભાઈએ આક્ષેપ કર્યો કે અગાઉ કોઈ પણ ખેડૂતને પૂછ્યા વિના કે પૈસા આપ્યા વગર જ ખેતરોમાં થાંભલા નાખી દેવામાં આવ્યા છે. તેમણે ખોટું બોલવાનું બંધ કરી ખેડૂતોને ગેરમાર્ગે ન દોરવા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું.ખેતરોમાં થાંભલા નહિ નાખવા દેવાનો મક્કમ નિર્ધારતેમણે તંત્રને ચીમકી આપતા કહ્યું કે, 'અમે અમારા ખેતરમાં લાઈન કે થાંભલા નાખવા દેશું નહીં. તમારે જ્યાં થાંભલા નાખવા હોય ત્યાં નાખો, પણ અમારા ખેતરમાં નહિ.'#Morbi #MorbiUpdate #MorbiNews #KantibhaiAmrutiya #GujaratNews #FarmersProtest #FarmersVoice #ElectricityPolesIssue