વહેલી સવારે કબીર ટેકરીમાં રહેતા શખ્સે પથ્થરમારો કરતા લોકોના ટોળા ઉમટ્યામોરબી : મોરબીના વાઘપરા વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ મંદિર ઉપર નશાખોર શખ્સે પથ્થરમારો કરતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને આ ગંભીર ઘટનામાં પોલીસે પણ તત્કાળ પગલાં ભરી નશાખોર શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં મોરબીના વાઘપરા વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ મંદિર ઉપર પથ્થર મારો થતા લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા. વધુમાં આ બનાવની જાણ થતાં સીટી એ ડિવિઝન પોલીસે તત્કાળ કાર્યવાહી કરી મોરબીના કબીર ટેકરી શેરી નંબર 5મા રહેતા મોસીન મહમદભાઈ કુરેશી ઉ. 26 નામના શખ્સને ઝડપી લીધો હોવાનું અને આ શખ્સ નશાની હાલતમાં હોવાનું સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજાએ જણાવી આ શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.