મોરબી : મોરબીમાં અલગ અલગ સ્થળેથી બે બાઇકની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે.જેમાં પ્રથમ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગત અનુસાર મોરબીના વિશિપરા વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ જ્યંતીભાઈ ઘાટલીયાનું રૂ.30 હજારની કિંમતનું મોટર સાયકલ ગતતા.13 માર્ચના રોજ વીસીપરા વિસ્તાર સ્મશાન રોડ પર સમદેવપીરના મંદિર પાસેથી અજાણ્યા શખ્સો ચોરી ગયા હતા.જ્યારે બીજા બનાવમાં મોરબીના આમરણ ગામે આવેલ બજરંગ હોટલ પાછળ રહેતા ગોપાલભાઈ બચુભાઇ ગમાંરાનું રૂ 35 હજારની કિંમતનું મોટર સાયકલ તેમના ઘર પાસેથી ગતતા 19 ફ્રેબ્રુઆરીએ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા.પોલીસે આ બન્ને બાઇક ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news