સીરામીક કારખાના બહાર આવેલી પતરાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી મોરબી : મોરબીમા ઠંડીના પ્રકોપનો તસ્કરોએ ભરપૂર લાભ લઇ દુકાનોને નિશાન બનાવતા ચોરીના બનવાનું પ્રમાણ વધ્યું છે ત્યારે મોરબીના જુના રફાળેશ્વર રોડ પર તસ્કરોએ એક પતરાની દુકાન તોડી ચીજ વસ્તુ અને રોકડ રકમ સાથે હોમથિયેટર અને ટીવી પણ ઉપાડી ગયા હતા. તસ્કરોએ જુના રફાળેશ્વર રોડ પર કોરલ સીરામીકની બાજુમા આવેલી દુકાનને રાત્રીના નિશાન બનાવી હતી.જો કે દુકાનદાર સામાન્ય હોય આ બનાવ અંગે પોલીસમાં કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. જયારે મોરબીમાં ચોરીના બનાવોનું વધી રહેલુ પ્રમાણ સામે પોલીસ વધુ સજાગ બને તેવી લોક માંગ ઉઠી છે