બી ડિવિઝન પોલીસે દરોડો પાડી 240 બિયરના ટીન અને 20 વ્હિસ્કીની બોટલો જપ્ત કરી: આરોપીની માતાની હાજરીમાં કરાઈ કાર્યવાહીમોરબી: મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે મોરબી-2 માં સિરામીક સિટી પાસે ઉમિયાનગર ઢાળ ઉપર આવેલા એક રહેણાક મકાનમાં દરોડો પાડીને વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની રેડ દરમિયાન આરોપી ઘરે હાજર ન મળતા પોલીસે તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી સિટી બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વિરમભાઈને બાતમી મળી હતી કે, મોરબી-2 માં ઉમિયાનગરમાં રહેતો 21 વર્ષીય અશ્વિન રામજીભાઈ મુછડીયા પોતાના કબજા ભોગવટા વાળા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે 04/10/2026 ના રોજ બપોરે 1 વાગ્યે અશ્વિનના મકાનમાં દરોડો પાડ્યો હતો.પોલીસના દરોડા વખતે અશ્વિન ઘરે હાજર ન હતો, પરંતુ તેની માતા પુષ્પાબેન મુછડીયા હાજર હતા. પોલીસે તેમની હાજરીમાં મકાનની તલાશી લેતા એક રૂમમાંથી બિયરના 240 ટીન (જેની કિંમત રૂ. 30,240) અને વ્હિસ્કીની 180 ml ની 20 બોટલો (જેની કિંમત રૂ. 1,600) મળી આવી હતી. આ મુદ્દામાલ અંગે પૂછપરછ કરતા પુષ્પાબેને જણાવ્યું હતું કે તેમનો દીકરો અશ્વિન રાત્રિના સમયે આ દારૂ લાવીને રૂમમાં મૂકી ગયો હતો.પોલીસે સ્થળ પરથી બિયર અને વ્હિસ્કી મળીને કુલ 33,840 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે બી ડિવિઝન પોલીસે ફરાર આરોપી અશ્વિન મુછડીયા વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ કલમ 65-A, 65(e) અને 116-B હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અરવિંદભાઈ માવજીભાઈ ઝાપડીયા ચલાવી રહ્યા છે.#Morbi #MorbiNews #CrimeNews #LiquorRaid #BDivisionPolice #Bootlegger #MorbiUpdates #GujaratPolice