સીનસપાટા નાખતા ઘોંઘાટિયા બાઈક ચાલકો વિરુદ્ધ પોલીસની સતત કાર્યવાહી મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા ગુન્હાખોરી ડામવા તમામ પોલીસ મથકો અને શહેર -જિલ્લા ટ્રાફિક તેમજ એલસીબી, એસઓજી જેવી સ્પેશિયલ ટીમોને કડક હાથે કામગીરી કરવા મેદાને ઉતારતા ઘોંઘાટિયા કાન ફાડું સાયલેન્સર ફિટ કરાવીને રખડપાટ કરતા વધુ 27 બાબુડિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી બુલેટ ડિટેઇન કરી લેવામાં આવ્યા છે. જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચનાથી મોરબી શહેર વિસ્તારમાં જુદી જુદી ટીમો બનાવી મોડીફાઇડ બુલેટ ચલાવતા વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના આપતા એ-ડીવી, બી-ડીવી, ટ્રાફિક શાખા તથા એસ.ઓ.જી શાખા દ્રારા મોરબી શહેર વિસ્તારમાં તા.28 જૂનના રોજ 25 બુલેટ ચાલકો સામે તેમજ તા.29ના રોજ 27 બુલટે વાહન ચાલકો વિરુદ્ધ સાયલેન્સરમાંથી વિસ્ફોટક, ભયાનક અવાજ કરી ન્યુસન્સ ફેલાવવા બદલ મોટર વ્હીકલ એક્ટ કલમ 207 મુજબ કુલ 52 જેટલા મોડીફાઇડ બુલેટ ડીટેઇન કરવામાં આવેલ છે. તેમજ આવા વાહન ચાલકો વિરૂધ્ધ આગામી સમયમાં પણ મોરબી પોલીસ દ્વારા આજ રીતે કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેર કરાયું છે.