મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામમાં ગ્રામ પંચાયત તેમજ સેવાભાવીઓની ટીમ દ્વારા વધતા જતા કોરોનાને ધ્યાનમાં લઈને આજ રોજ ઘરે-ઘરે હોમિયોપેથી દવા અને નાસ લેવાના મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ લોકોને પોતાના આરોગ્યની વિશેષ કાળજી લેવા જણાવ્યું હતું. અને દિવસમાં ત્રણ વાર નાશ લેવાનું ગાળા ગ્રામ પંચાયતે લોકોને સૂચન કર્યું હતું. આજથી સતત સાત દિવસ નાશ સપ્તાહની ગ્રામજનો ઘરે-ઘરે નાશ લઈને ઉજવણી કરશે. આમ, ગ્રામજનોની હર્ડ ઈમ્યુનિટી સિસ્ટમ ડેવલપ કરવા ગાળા ગ્રામ પંચાયત સતત પ્રયાસ કરી રહી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate