મોરબી : અમુક અસમાજીક તત્વોએ શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામકના હોદ્દા અને સહીથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાની તારીખો અંગે વોટ્સએપ અને અન્ય સોશિયલ મિડિયામાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા પરીક્ષાની તારીખ અંગે તારીખોમાં ફેરફાર કરીને બનાવટી અખબારી યાદી વાઈરલ કરેલ છે. જેથી, રાજ્યના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ સંસ્થા સાથે સંકડાયેલ સૌ કર્મચારી આલમને ગેરમાર્ગે દોરવાનો નિંદનીય પ્રયાસ કર્યો છે. બોર્ડ દ્વારા મે-૨૦૨૧માં યોજાનાર બોર્ડની જાહેર પરીક્ષાઓના કાર્યક્રમની તારીખોમાં કોઈપણ જાતનો ફેરફાર કરવામાં આવેલ નથી. એટલે કે ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ બોર્ડની જાહેર પરીક્ષા તેના અગાઉ જાહેર કરેલ નિયત કાર્યક્રમ મુજબ તા.૧૦/૦૫/૨૦૨૧ થી તા.૨૫/૦૫/૨૦૨૧ દરમિયાન લેવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ તથા વિદ્યાર્થીઓએ નોંધ લેવી. તેમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદીમાં જણાવાયું છે.