ભાજપ કહે છે તે કરી બતાવે છે...નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપને ભવ્ય જીત મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો મોરબી : ગુજરાત વિધાનસભા ચૂંટણીના કાઉન્ટ-ડાઉન વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવવામાં આવતા તેઓના ચૂંટણી લાડવા સામે પ્રશ્નાર્થ ઉભો થયા હોવાના સમાચારો વચ્ચે આજે મોરબી આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતે ગુજરાતમાં જ હોવાનું અને પુરી તાકાતથી ભાજપને જીત આવવા મહેનત કરનાર હોવાનું સૂચક નિવેદન આપ્યું હતું. મોરબી -માળિયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા કોરોના દિવંગતોના આત્માના સ્મરણાર્થે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રથમ દિવસે આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મોરબીની મુલાકાતે આવ્યા હતા. મોરબી મુલાકાત દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આગામી વિધાનસભા ચૂંટણી અંગે સંકેતો આપતા જણાવ્યું હતું કે, ભલે મને પંજાબ-ચંદીગઢની જવાબદારી સોંપાઈ હોય...હું ગુજરાતમાં જ છું, આગામી ચૂંટણીમાં સક્રિયતા પૂર્વક પાર્ટી માટે કામ કરતા રહેવાનું પણ તેમને સ્પષ્ટ પણે જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે અન્ય રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવા મફત વીજળી, પાણી, રોજગાર ગેરંટી સહિતના વચનો આપવામાં આવી રહ્યા છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈએ ભાજપ કહે છે તે કરી બતાવે છે અને આગામી ચૂંટણીમાં પણ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપને ભવ્ય જીત મળવાની આશા વ્યક્ત કરી હતી. મહત્વની વાત છે કે, આજે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોરબી આવી પોતે પક્ષ માટે સતત સક્રિય હોવાનું અને પક્ષના આદેશ મુજબ આગામી ચૂંટણીમાં ગુજરાતમાં પુરી તાકાત લગાવવાની સાથે પંજાબ - ચંડીગઢમાં પણ પાર્ટી મજબૂત બને તે માટે પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..