વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે 13 મેના રોજ એક અનોખો અને ભાવનાત્મક પ્રસંગ ઉજવાયો હતો. જેમાં સ્વ. તકથસિંહજી મેપજીભાઈ જાડેજાની પ્રતિમા સ્થાપના વિધિ સાથે તેમના પૌત્ર અને સમાજના વરિષ્ઠ આગેવાન દિલાવરસિંહનો 77મો જન્મદિવસ ઉજવાયો હતો. જે પ્રસંગે સંતાપી સંસ્કૃતિ અને કુટુંબજનો વચ્ચે સમૃદ્ધ ભાવનાનો મહિમા અનુભૂતિપાત્ર રહ્યો હતો.આ પ્રસંગે પરિવારજનો, સ્નેહિજનો, સ્વજનગણ અને આસપાસના ગામાન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર મંત્રોચ્ચાર સાથે પૂજાવિધિ કરવામાં આવી હતી. તખતસિંહજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તખતસિંહજીની પ્રતિમાની સ્થાપના માત્ર સ્મૃતિ તરીકે નહીં પરંતુ પેઢીદર પેઢી માટે સંસ્કાર, મૂલ્યો અને કૌટુંબિક પરંપરાનું જીવંત પ્રતિક બની રહી છે.સ્વ. તખતસિંહજીના જીવનમૂલ્યો, નૈતિકતા અને એમના દ્રષ્ટિકોણ વિશે મોભીઓ દ્વારા ઉદબોધનો આપવામાં આવ્યા હતા. સાથે જ દિલાવરસિંહજીના જીવનના 77 સાત્કાર્યવર્ષોની યાત્રાને પણ સૌએ અભિનંદનપૂર્વક યાદ કરી આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમના આયોજક અને સંચાલન મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય હરદેવસિંહ જાડેજાના પ્રયત્નો અને પરિવારના સહયોગથી આ કાર્યક્રમ સફળ રહ્યો.