મોરબી : સમગ્ર રાજ્યમાં નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા સામૂહિક ઝુંબેશરૂપે આજે રાજ્યના અલગ-અલગ હાઇવે પર આવેલી હોટલોની આકસ્મિક ચકાસણી હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન તોલમાપ તંત્રના નાયબ નિયંત્રક/ મદદનીશ નિયંત્રક તેમજ ઇન્સપેક્ટરો દ્વારા રાજ્યના હાઇવે પર આવેલ હોટલો ખાતે તંત્રના કાયદા અને નિયમોની જોગવાઇઓનો ભંગ કરતા કુલ ૧૮૩ જેટલી હોટલો સામે કાયદેસરની કાર્યવાહી કરીને અંદાજે કુલ રૂ.૪,૬૩,૦૦૦/- જેટલો દંડ કરવામાં આવ્યો છે, આ અંગે વધુ કાર્યવાહી હાલમાં ચાલુ છે. આ દરોડામાં તપાસણી દરમિયાન હોટલોમાં પેકેજ ચીજ વસ્તુ અને ઠંડા પીણામાં એમ.આર.પી.થી વધુ ભાવ લેવા,જથ્થામાં ઓછુ આપવુ, વજનકાંટો ન રાખવો, મેનુ કાર્ડમાં ખાદ્ય પદાર્થનો જથ્થો ન દર્શાવવો તેમજ હોટલમાં વપરાતા ઇલેક્ટ્રોનિક વજનકાંટા ચકાસણી મુદ્રાંકન ન કરાવવા જેવી ગેરરીતિઓ સામે આવી છે. વધુમાં હાઇવે હોટલો પર બહોળા પ્રમાણમાં પોતાની મુસાફરી દરમિયાન ગ્રાહકો ખાદ્ય અને અન્ય ચીજવસ્તુઓની ઉતાવળે ખરીદી કરતા હોય છે. જેમાં ઘણી વખત તેમની પાસેથી વધુ ભાવ લઈને અથવા ઘણી વખત ચીજવસ્તુના વજન/માપમાં પણ છેતરવામાં આવતા હોય છે. આવા બનાવો ન બને અને ગ્રાહકો પણ પોતાના અધિકારોથી જાગૃત થાય અને છેતરાતા અટકે તેવા ગ્રાહક સુરક્ષાના વિશાળ હેતુથી કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યની હાઇવે હોટલો પર તંત્રના કાયદા / નિયમોની જોગવાઇઓનું પાલન થાય તે માટે આજે આ રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ______________________હોટેલોના નામહોટલ આશિષ, બગોદરામાયા હોટલ, તારાપુર, આણંદએમ્પાયર હોટલ, વલસાડહોટલ પુરોહિત, વલસાડહોટલ વિરામ, વલસાડશ્રી ખોડિયાર કાઠીયાવાડી, કડીમહીસાગર કાઠીયાવાડી, કડીધી ગ્રાન્ડ બંસરી, વિજાપુરરાધે રજવાડી રેસ્ટોરેન્ટ, ડીસા રોડ મુ.તા.જી. પાટણઅંબર હોટલ મું.વારાહી તા.સાંતલપુર જી પાટણતુલસી હોટલ મું રાધનપુર તા. રાધનપુર જિ. પાટણધ ગ્રાન્ડ રીવેટા, ચાણસ્મા હાઇવે, મું તા. પાટણ જિ. પાટણહોટલ રાજસ્થાન, પાટણહોટલ ન્યુ લીબર્ટી, નવસારીહોટલ અંબર, ભિલાડહોટલ શાલીમાર, મુ.પો.સંધાણા તા.માતર જી.ખેડાહોટલ રોનક, મુ.પો.ખેડા-ધોળકા હાઇવે તા. જી ખેડાશ્રી કૃષ્ણ હોટલ ચોટીલા હાઈવે, સુરેંદ્રનગરહોટલ રાજમહેલ & ગેસ્ટ હાઉસ ચોટીલા હાઈવે, સુરેંદ્રનગરઅકબરભાઈ અલારખાભાઈ પરમાર ચોટીલા હાઈવે, સુરેંદ્રનગરમહાકાળી દાળ સેન્ટર ચોટીલા હાઈવે, સુરેંદ્રનગરહોટલ સહયોગ ચોટીલા હાઈવે, સુરેંદ્રનગરહોટલ દ્વારકાધીશ રેસ્ટોરાન્ટ ચોટીલા હાઈવે, સુરેંદ્રનગરશ્રી મચ્છુ હોટલ, જામનગરકામત હોટલ ઇન્ડીયા લિ., જામનગરશ્રી ફુડ હોટલ, જામનગરફાઈવે હરિ + હોટલ, જામનગરહોટલ ન્યુ લીબર્ટી, મુ. વેસ્મા, તા-જલાલપોર, જી-નવસારીહોટલ ફુરાત, મુ. મટવાડ, તા-ગણદેવી, જી-નવસારીહોટલ એમપાયર, મુ. રોલા, તા-વલસાડ, જી-વલસાડહોટલ પુરોહિત, મુ. વાઘલધારા, તા-વલસાડ, જી-વલસાડહોટલ વિરામ, મુ. પારડી, તા-પારડી, જી-વલસાડહોટલ અમ્બર, મુ. ભીલાડ, તા-ઉમરગામ, જી-વલસાડહોટલ દર્શન, સાબરકાંઠાહોટલ હાઇવે, પ્રાંતિજગ્રીનવે રેસ્ટોરન્ટ, સાબરકાંઠાશ્રી ખોડિયાર કાઠીયાવાડી, પ્રાંતિજનોવેના LLP, પ્રાંતિજઓચિંડ હોસ્પીટાલીટી, ભરૂચઅંતરીમ ફૂડ કોર્ટ, ભરૂચતુલીપ રેસ્ટોરન્ટ, વડોદરાઆર્કોન હોસ્પીટાલીટી, વડોદરાલાલસિંહ એ. રાજપુરોહિત, વડોદરાઓમ સાંઇ ખેતેશ્વર, વડોદરાજમનારાજ બાબુભાઇ નાયડુ, વડોદરાજય અંબે સ્વીટ્સ એન્ડ ફરસાણ, વડોદરાજય અંબે રેસ્ટોરન્ટ, વડોદરાવ્યંજન હાઉસ, વડોદરાહરીયાલી રેસ્ટોરન્ટ, વડોદરારાજા ચીકન, વડોદરાહોટલ દર્શન એન્ડ ગેસ્ટ હાઉસ, વડોદરામહમદ અલી કાસિમભાઇ, વડોદરાહોટલ વે-વેઇટ, વડોદરા