મોરબી : ગઈકાલ તારીખ 28ને રવિવારે રાજકોટ ખાતે આત્મીય યોગા યુનિવર્સીટી અને યુવા રન ફાઉન્ડેશન દ્વારા યોગ ઓપન ગુજરાત યોગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મોરબીના હેતાંશ ઉભડીયા પ્રથમ સ્થાન મેળવીને રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા હતા. ગઈકાલે રાજકોટની આત્મિય યોગા યુનિવર્સિટી અને યુવા રન ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત યોગા સ્પર્ધા ૨૦૧૯ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંડર ૧૫માં મોરબીના પ્રજાપતિ સમાજના હેતાંશ ધર્મેન્દ્રભાઈ ઉભડીયા મોરબી જીલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા છે. આ રાજ્યકક્ષાની સ્પર્ધા આગામી અમદાવાદ દિવસોમાં મુકામે યોજાનાર છે. રાજ્યકક્ષાએ પસંદગી પામીને તેઓએ સમગ્ર પ્રજાપતિ સમાજ અને મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne