પાર્ટીના વાંકાનેર તાલુકાના પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણુંક કરાઈ મોરબી : ગરવી ગુજરાત પાર્ટી દ્વારા જન સ્વાભિમાન મુલાકાત હેઠળ ગરવી ગુજરાત પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નટવરસિંહ મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.આ વેળાએ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી જયેશ સોમાણી, પ્રદેશની ટીમના શંકરજી વનાજી ઠાકોર, ભૂપતસિંહ ઠાકોર, નરેન્દ્રસિંહ ઝાલા સહિતના પણ હાજર રહ્યા હતા. ગરવી ગુજરાત પાર્ટી દ્વારા જન સ્વાભિમાન મુલાકાત અંતર્ગત મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આણંદપર ગામે મિટિંગ કરવામાં આવી હતી. અને નવા હોદ્દદારોની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે જયંતીભાઈ ઉઘરેજા , વાંકાનેર તાલુકા ઉપપ્રમુખ ચંદુભાઈ કુકાવાની નિમણુંક કરવામાં આવી હતી. રફાળેશ્વરના વેલનાથપરાની પણ જન સ્વાભિમાન મુલાકાત કરવામાં આવી હતી. ત્યાંની જનતાની વાસ્તવિક પરિસ્થિતિ જાણી હતી. ગરવી ગુજરાત પાર્ટી દ્વારા સંગઠનની સમીક્ષા તથા સંગઠનને વધુ મજબૂત કરવા અને આવનારી ચૂંટણી ૨૦૨૨ માં વિધાનસભાની સીટ લડવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..