મોરબી : મોરબી જિલ્લાકક્ષાએ કલા ઉત્સવ અંતર્ગત આયોજિત સ્ટેમ ક્વિઝમાં સાર્થક વિદ્યામંદિરની વિદ્યાર્થીઓ વિજેતા થતા તેઓ રાજ્યકક્ષા માટે પસંદગી પામેલ છે. ગુજરાત સરકાર તેમજ ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લાકક્ષાએ યોજાયેલ હતી.જેમાં સ્ટેમ ક્વિઝમાં મોરબીના 10 વિધાર્થીઓની રાજ્યકક્ષા માટે પસંદગી થયેલ હતી.જેમાં સાર્થક વિધામંદિરની ધોરણ-9ની બે વિધાર્થીનીઓ ગણાત્રા હેતવી રાજેશભાઇ અને મેહતા જીનાલી કલ્પેશભાઈ રાજ્યકક્ષા માટે પસંદગી પામેલ હતી. જે બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.