મોરબી : હાલમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત- ગાંધીનગર દ્વારા રાજ્યકક્ષાએ ક્રિકેટ ટીમનું સિલેકશન કરવામાં આવ્યું હતું. અમદાવાદ બોપલ ખાતે થયેલા આ સિલેક્શનમાં અંડર-19માં મોરબીની યુનિક સ્પોર્ટ્સ એકેડમીની ખેલાડી મીરા ભરતભાઈ મકવાણાની રાજ્યકક્ષાના કેમ્પમાં પસંદગી કરવામાં આવી હતી. આ પસંદગી થતાં મીરા મકવાણાએ મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.અમદાવાદ બોપલ ખાતે થયેલા સિલેક્શનમાં ગુજરાત રાજ્યના જિલ્લાઓમાંથી સ્કૂલ ગેમ (SGFI) ક્રિકેટનું સિલેક્શન તારીખ 29 ઓક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન કરાયું હતું. જેમાં મોરબીની યુનિક ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમીની ખેલાડી મીરા મકવાણા પસંદગી પામી હોવાનું કોચ તુલસીરાજ, જાવેદ ખુરેશી અને એકેડમીના ઓનરની યાદીમાં જણાવાયું છે. પસંદગી પામનાર મીરા મકવાણાને કોચ તુલસીરાજ અને એકેડમીના ઓનર કિરીટભાઈ, કેવિનભાઈ, નરેન્દ્રભાઈ અને તમામ વાલીઓએ બિરદાવી શુભેચ્છા પાઠવી છે.