ઉચ્ચતર પગાર ધોરણ ફિકશેશન SAS પોર્ટલમાં ઓનલાઈન કરવા તેમજ લાયકાત ધરાવતા પ્રાથમિક શિક્ષકોને કલાસ - 2 ની પરીક્ષામાં બેસવા દેવા માટેની રજુઆત મોરબી : મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા યાદીમાં જણાવાયું છે કે હાલ લોકલ ફન્ડ ગાંધીનગર દ્વારા શિક્ષકોના ઉચ્ચત્તર પગાર ધોરણની કામગીરી ચાલી રહી છે. દર માસે તાલુકા દીઠ માત્ર 25 એસ.બી. જ લેવામાં આવે છે. વળી, એમાંય કંઈક ક્વેરી આવે તો પાછી આવવામાં અને ક્વેરી સુધારી પરત કરવામાં ખુબજ સમય વ્યતીત થાય છે. જો આજ રીતે કામગીરી ચાલુ રહેશે તો વર્ષ 2010 પછીના 65 હજાર જેટલા શિક્ષકો અને વર્ષ 2010 પહેલાના 45 હજાર જેટલા શિક્ષકોને 9,20 અને 31ના ઉચ્ચત્તર પગાર ધોરણનો નાણકીય લાભ મળવા માટે ચાર-પાંચ વર્ષ રાહ જોવી પડશે. માટે જો શિક્ષકોના ઉ.પ. ધોરણ, સળંગ નોકરી, એરિયર્સ વિગેરે જેવા નાણાંની ચુકવણી માટે ઓનલાઈન સોફ્ટવેર બનાવી કામગીરી કરવામાં આવે, તો જ ફિકશેસન અને રિવાઈઝ ફિકશેસનની કામગીરીમાં ઝડપ થશે. હાલ શિક્ષકોની લગભગ બધી જ માહિતી SAS Portal પર અપડેટ કરેલ જ છે અને પગાર બિલ દર માસે SAS મા જ બનાવવામાં આવે છે. તો પગાર ફિકશેશન પણ ઓનલાઈન કરવામાં આવે તો જ આ કામગીરી ઝડપથી અને પારદર્શક રીતે થઈ શકે તેમજ GPSC દ્વારા પ્રકાશિત જાહેરાત ક્રમાંક 125/2019.20 ગુજરાત શિક્ષણ સેવા (વહીવટી)વર્ગ - 2ની પરીક્ષામાં લાયકાત ધરાવતા પ્રાથમિક શિક્ષકોને લાયક ગણવા અને પરીક્ષામાં બેસવા માટે લાયક ગણવા સરકાર સમક્ષ યોગ્ય રજુઆત કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - મોરબી દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ અને મહામંત્રી રતુભાઈ ગોળને રજુઆત કરેલ છે.