રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના ૯૧,૫૫,૯૩૬ RT-PCR અને ૧,૬૧,૯૯,૮૫૭ એન્ટીજનના ટેસ્ટ મળી કુલ – ૨,૫૩,૫૫,૭૯૩ જેટલા ટેસ્ટ કરાયા મોરબી : રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે કોરોનાના દર્દીઓના ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે તેમાં ટેસ્ટીંગના દરોમાં નાગરિકોને ફાયદો થાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં ચર્ચા-વિચારણા કર્યા બાદ ટેસ્ટીંગના ભાવમાં ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્યના આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોરોના સંદર્ભે હોસ્પિટલમાંથી અથવા દર્દીના ઘરે જઇને જે સેમ્પલ લઇને કરાતાં ટેસ્ટીંગના ચાર્જમાં અત્યારે રૂ. ૯૦૦ લેવાય છે તેમાં રૂ. ૩૫૦ નો ઘટાડો કરી રૂ.૫૫૦ અને લેબોરેટરીમાં જે ટેસ્ટીંગ કરવામાં આવે છે તેનો ચાર્જ અત્યારે રૂ.૭૦૦ છે તેમાં રૂ. ૩૦૦ નો ઘટાડો કરી રૂ. ૪૦૦, એરપોર્ટ પર થતાં એબોટ આઇડી રેપીડ આર.ટી.પી.સી.આર. ટેસ્ટના ચાર્જમાં રૂ.૧૩૦૦ નો ઘટાડો કરી રૂ.૨૭૦૦ તથા એચ.આર.સી.ટી. ના ચાર્જમાં રૂ.૫૦૦ નો ઘટાડો કરી રૂ. ૨૫૦૦ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભાવ ઘટાડાના નિર્ણય તા.૦૧.૦૮.૨૦૨૧ થી રાજ્યની તમામ ખાનગી લેબોરેટરીઓએ અમલ કરવાનો રહેશે. રાજ્યભરમાં કોરોના સંદર્ભે ગુજરાત રાજ્યની સરકારી લેબોરેટરી દ્વારા RT-PCR તથા એન્ટીજન ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યાં છે તેની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, તા.૨૭.૦૭.૨૦૨૧ ના રોજ RT-PCR ના ૪૪,૬૬૬ એન્ટીજનના ૧૭,૮૯૨ ટેસ્ટ મળી કુલ-૬૨,૫૫૮ જ્યારે અત્યાર સુધીમાં RT-PCR ના ૯૧,૫૫,૯૩૬ અને એન્ટીજનના ટેસ્ટ ૧,૬૧,૯૯,૮૫૭ મળી કુલ – ૨,૫૩,૫૫,૭૯૩ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..