ભુપેન્દ્રભાઈ પટેલ સરકારની કેબિનેટમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય મોરબી : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં વરસાદ-પૂર જેવી કુદરતી આફતો બાદ નુકશાન સહાયના ધારાધોરણોમાં મોટા ફેરફાર કરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં ભારે વરસાદને કારણે થયેલા નુકશાનની ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રવકતા જીતુ વાઘાણીએ કેબિનેટમાં લીધેલા નિર્ણયોની માહિતી આપતા જણાવ્યું હતું કે, ઘરવખરીના નુકશાનના વળતરામાં વધારો કરી કાચા મકાન કે ઝુંપડા માટે અત્યાર સુધી ચુકવવામાં આવતા રૂપિયા 4100ને બદલે 10 હજાર કરવામાં આવ્યા છે. એ જ રીતે ઘરવખરી નુકસાન માટે 3800ના બદલે 7000 હજાર રૂપિયા આપવામાં આવશે. પાકા મકાનને નુકશાન થયું હશે તો સરકાર મદદ કરશે. ઘેટાબકરાનું નુકશાન થયું હોય તો 3000 હજારથી વધારીને 5000 હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે. મૃત પામેલા દુધાળા પશુઓની સહાય 30 હજારથી વધારીને 50 હજાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જામનગર જિલ્લામાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે રાજ્ય સરકારના સહાયના ધારાધોરણો બાબાઆદમના વખતના હોવા અંગે ટકોર કરી હતી અને જોગાનું જોગ કેબિનેટમાં લોકોને સ્પર્શતી આ બાબત અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..