ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની રજુઆત સફળ નીવડીવાંકાનેર : ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતને ધ્યાને લઇ સિંધાવદર ગામ ખાતે આવેલ આસોઈ નદી ઉપર પુલ બનાવવા માટે 13 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલ છે. વાંકાનેરથી કુવાડવા જતાં સિંધાવદર ગામ ખાતે આવેલ આસોઈ નદી ઉપર પુલ ડેમેજ થતાંની સાથેજ વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી એ તાત્કાલિક નવો પુલ બને તે માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લેતા આસોઈ નદી ઉપર નવો મેજર બ્રિજ બનાવવા માટે મુખ્યમંત્રી દ્વારા 13 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલ છે. તેમ યાદીમાં જણાવાયું છે.