હાર્ટમાં બ્લોકેજ આવતા તાત્કાલિક શસ્ત્રક્રિયા : તમામ પૂર્વ આયોજિત કાર્યક્રમો રદ કરાયા મોરબી : પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને પૂર્વ રાજ્યમંત્રી જ્યંતિભાઈ કવાડીયાની તબિયત અચાનક લથડતા આજે યુ.એન.મહેતા હોસ્પિટલમાં તબીબી તપાસ કરવામાં આવી હતી અને હાર્ટમાં બ્લોકેજ હોય તાત્કાલિક બાયપાસ સર્જરી માટે દાખલ કરવામાં આવતા તેઓના પૂર્વ આયોજિત તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. રાજ્યના પૂર્વ પંચાયત મંત્રી અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવડિયાની તબિયત નાદુરસ્ત જણાતા આજે તેઓને યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમના હાર્ટમાં બ્લોકેજ હોવાનું નિદાન થતા તાત્કાલિક બાયપાસ સર્જરી કરવી પડે તેમ હોવાથી આજ રોજ બપોર બાદ ડૉ. ચિરાગ દોશી અને એમની ટીમ દ્વારા બાયપાસ સર્જરી કરવામાં આવનાર છે. દરમિયાન પોતાની નાદુરસ્ત તબિયત અંગે જયંતીભાઈ કવાડિયાએ સોશિયલ મીડિયા ઉપર સંદેશ મૂકી આજે તેમનું ઓપરેશન હોવાથી તમામ પૂર્વ આયોજિત કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હોવાનું જાહેર કર્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..