મોરબી: નૂતન વર્ષની પ્રથમ સૂર્યકિરણને આવકારવા માટે તારીખ 1 જાન્યુઆરી 2026, ગુરુવારના રોજ સવારે 7:00 થી 8:00 દરમિયાન એક ખાસ 'સૂર્યનમસ્કાર ધ્યાન સત્ર' યોજાશે. આ સત્ર YouTube LIVE ના માધ્યમથી યોજવામાં આવશે.5000 વર્ષ જૂની સૂર્યનમસ્કારની પરંપરાને અનુસરીને, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા લોકોને આ નવા વર્ષે વ્યસનથી દૂર રહીને સ્વસ્થ, સુખી અને દિશાબદ્ધ જીવન તરફ પગલું ભરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ સત્ર શરીર, મન અને જીવનને સાચી દિશા આપવાનો હેતુ ધરાવે છે. આ અભિયાનનો ભાગ બનવા માટે ભાગ લેનાર દરેક વ્યક્તિએ રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે, જે https://suryanamaskar.gsyb.in/?ref=DEVAN4 લિંક પરથી કરી શકાશે. સત્રમાં જોડાનાર સહભાગીઓને સર્ટીફિકેટ પણ આપવામાં આવશે.