મોરબી : મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામના ખરાવાડમાં આજથી તા. ૬ થી ૧૨ જાન્યુઆરી સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસપીઠ સ્થાનેથી મોરબીના સ્વામિનારાયણ સંસ્કાર ધામના સ્વામી પ્રેમ પ્રકાશદાસજીના શિષ્ય જગત પ્રકાશદાસજી સ્વામી તથા દિવ્યપ્રકાશ દાસજી સ્વામી સંગીતના સૂર સાથે ભાગવત કથાનું રસપાન કરાવશે. આ કથાના મુખ્ય યજમાન સિરામિક ગ્રુપ - પાવડીયારી તથા પોથીના યજમાન ગોપાલભાઈ અઘારા પરિવાર છે. આ કથા અંતર્ગત સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી આગામી તા. 9 જાન્યુઆરીના રોજ સવારે 9 થી 3 વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે આયોજકોએ કથા તેમજ રક્તદાન કેમ્પનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે.